શું 21 દિવસ પછી પણ દેશમાં ચાલુ રહેશે લોકડાઉન? સરકારે આપ્યો આ જવાબ

મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે કોરોના વાયરસને કંટ્રોલ કરવા માટે લાગુ કરાયેલા 21 દિવસના લોકડાઉનને આગળ વધારવામાં આવશે નહીં.

શું 21 દિવસ પછી પણ દેશમાં ચાલુ રહેશે લોકડાઉન? સરકારે આપ્યો આ જવાબ

નવી દિલ્હી: મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે કોરોના વાયરસને કંટ્રોલ કરવા માટે લાગુ કરાયેલા 21 દિવસના લોકડાઉનને આગળ વધારવામાં આવશે નહીં. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ 24 માર્ચના રોજ મધરાતથી દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન લાગુ કર્યું હતું. કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ કહ્યું કે લોકડાઉનને 21 દિવસ બાદ આગળ વધારવાની હાલ કોઈ યોજના નથી. 

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચે જાહેરાત કરી હતી કે આજ મધરાતે 12 વાગ્યાથી દેશમાં 21 દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે. પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોના વાયરસની સાઈકલ તોડવા માટે આ 21 દિવસનું લોકડાઉન જરૂરી છે. જો આ 21 દિવસ સાચવીને ન રહ્યાં તો અનેક પરિવારો તબાહ થઈ જશે. 

તેમણે કહ્યું હતું કે આ લોકડાઉનને કર્ફ્યૂની જેમ જ સમજો. પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે હિન્દુસ્તાનને બચાવવા માટે, દરેક નાગરિકને બચાવવા માટે, તમારા પરિવારને બચાવવા માટે ઘરોમાંથી બહાર નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. દેશના દરેક રાજ્ય, દરેક કેન્દ્રશાસિત પ્રદેશ, ગલી મહોલ્લાને લોકડાઉન કરવામાં આવી રહ્યો છે. 

જુઓ LIVE TV

કોરોના દર્દીઓની સંખ્યા 1024 પર પહોંચી
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 1000 પાર થઈ ગઈ છે. છેલ્લે મળતી માહિતી મુજબ દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસનો આંકડો 1024 પર પહોંચ્યો છે. અત્યાર સુધી દેશમાં આ વાયરસના કારણે 27 લોકોના મોત થયા છે. જ્યારે 95 લોકોની સફળતાપૂર્વક સારવાર થઈ છે. સૌથી વધુ પોઝિટિવ કેસ મહારાષ્ટ્ર અને કેરળમાંથી સામે આવ્યાં છે. અત્યાર સુધીમાં 35 હજાર લોકોનો ટેસ્ટ થયો છે. દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના 23 નવા કેસ સામે આવ્યાં છે. એક જ દિવસમાં કોરોનાના આ સૌથી વધુ કેસ સામે આવ્યાંનો મામલો છે. હવે દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ વધીને 72 થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news